Wednesday, 4 February 2015

જો તું ઉભો હશે મારી વાટે

જો તું ઉભો હશે મારી વાટે 

આ જગતનો તડકો છાયો વેઠી લઈશ....
જો તું ઉભો હશે કદંબને છાંયે મારી વાટે 

છોડી અવિશ સઘળી તૃષ્ણા  ..
જો તું ઊભો હશે યમુનાને કાંઠે મારી વાટે 

અનુભવોની સંભાળાવીશ બધી બીના  ...
જો તું ઊભો હશે વાંસળી સાથે મારી વાટે 

Wednesday, 28 January 2015

ફરી એકવાર

ફરી એક વાર 
આ દુનિયાના દુઃખોને 
વાંસળીના સુરે ભૂલાવવા માંગું છું 

ફરી એક વાર 
આ દુનિયાના પીડાકારી દુષ્ટોને 
સુદર્સન ચક્ર થી ડરાવવા માંગું છું 

ફરી એક વાર 
આ દુનિયાના દંભ ના આવરણ ને 
મોર પીંછ ના સ્પર્શે તોડવા માંગું છું 

ફરી એક વાર 
આ દુનિયાના પર જન્મવા માંગું છું 
કરણ કે  હું દરેક માં જન્મી શકું છું